Classified Search

Please let us know your thoughts and ideas on views@gujaratinews.co.uk If you want to publish any news please Email us on News@gujaratinews.co.uk If you want to write any columns, please contact editor@gujaratinews.co.uk To publish Featured add sales@gujaratinews.co.uk Set www.gujaratinews.co.uk as your default homepage
Bookmark and Share



Home » મનોરંજન » રાઈટ યા રોંગ : ટાઈમપાસ થ્રિલર
રાઈટ યા રોંગ : ટાઈમપાસ થ્રિલર Mar 16, 2010
ઘણીવાર આપણે ઘણી ઉમંગો અને ઉત્સાહ સાથે ફિલ્મ જોઈએ છીએ તો ફિલ્મ નથી ગમતી. એ જ રીતે ઘણી ફિલ્મો ત્યારે સારી લાગે છે જ્યારે આપણને એટલી આશા ન હોય. 'રાઈટ યા રોંગ' આ જ કેટેગરીમાં આવે છે. ફિલ્મ પર થોડી મહેનત કરવામાં આવતી તો આ એક શ્રેષ્ઠ ફિલ્મ બની શકતી હતી, પરંતુ આમ છતા તે નિરાશ નથી કરતી. વાર્તા છે અજય(સની દેઓલ)ની જે પોલીસ ઓફિસર છે. તે પોતાની પત્ની (ઈશા કોપ્પિકર) અને પુત્રની સાથે ખુશાલીની જીંદગી વીતાવી રહ્યો છે. અજયને ગોળી વાગે છે અને તેના શરીરનો નીચેનો ભાગ લકવાનો ભોગ બની જાય છે. વ્હીલ ચેયર પર બેસીને અજય જીવવા નથી માંગતો. તે પોતાની પત્ની અને ભાઈને કહે છે કે તેઓ તેને મારી નાખે. તે એક પ્લાન બનાવે છે, જેમાં એવુ લાગે કે તેનુ મૃત્યુ એક દુર્ઘટનાવશ થયુ છે. ત્યારબાદ વાર્તામાં જોરદાર વળાંક આવે છે. નીરજ પાઠક દ્વારા નિર્દેશિત આ ફિલ્મની શરૂઆતની કેટલીક રીલ્સ ખૂબ જ બોર અને કંટાળાજનક છે. સમજાતુ નથી કે તેઓ શુ બતાવવા માંગે છે. આ ભાગમાં કેટલાક ગીતો જબરજસ્તીથી ઠૂસ્યા છે. જેનો કોઈ મતલબ નથી. કેટલાક સીન (સની અને ઈરફાનની વચ્ચે લગ્નને લઈને વાતચીત) ખૂબ જ બોરિંગ છે.

more...