Classified Search

Please let us know your thoughts and ideas on views@gujaratinews.co.uk If you want to publish any news please Email us on News@gujaratinews.co.uk If you want to write any columns, please contact editor@gujaratinews.co.uk To publish Featured add sales@gujaratinews.co.uk Set www.gujaratinews.co.uk as your default homepage
Bookmark and Share



Home » મનોરંજન » અર્થ ઓવર દરમિયાન વીજળી બંધ રાખો - અભિષેક
અર્થ ઓવર દરમિયાન વીજળી બંધ રાખો - અભિષેક Mar 11, 2010
જળવાયુ પરિવર્તન પર કાર્યવાહી પ્રત્યે સમર્થન બતાવવા માટે અભિનેતા અભિષેક બચ્ચને 27 માર્ચના રોજ ડબલ્યુડબલ્યુએફના 'અર્થ ઓવર 2010' અભિયાન દરમિયાન દેશવાસીઓને વીજળી બંધ રાખવાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યુ કે તેઓ ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને પણ એ દરમિયાન શૂટિંગ રોકવાનો આગ્રહ કરશે. અભિષેકે અહી બુધવારે પત્રકારોને કહ્યુ, 'લોકોને વીજળી સંરક્ષણ પ્રત્યે શિક્ષિત બનાવવાની જરૂર છે. હું મારા અને મારા પરિવાર તરફથી આ પહેલનુ સમર્થન કરવાની પ્રતિજ્ઞા કરુ છુ. હુ વીજળી બચાવવા માટે જે પણ કરી શકતો હોઈશ તે કરીશ અને ફિલ્મ ઉદ્યોગના પોતાના મિત્રોને 'અર્થ ઓવર' દરમિયાન શૂટિંગ બંધ કરવાની વિનંતી કરીશ. 'અર્થ ઓવર'ની અવધારણ 2007માં સિડનીમાં ડબલ્યૂડબલ્યૂએફે આપી હતી. દુનિયાભરમાં 27 માર્ચના રોજ સાંજે 8.30 થી 9.30 વાગ્યાની વચ્ચે 'અર્થ ઓવર'નો સમય રહેશે. અભિષેકને 'અર્થ ઓવર' અભિયાનના આ વર્ષના બ્રાંડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. અભિષેક રોજીંદા જીવનમાં વીજળી કેવી રીતે બચાવવી તેના ઉપાય પણ બતાવ્યા.

more...