Classified Search

Please let us know your thoughts and ideas on views@gujaratinews.co.uk If you want to publish any news please Email us on News@gujaratinews.co.uk If you want to write any columns, please contact editor@gujaratinews.co.uk To publish Featured add sales@gujaratinews.co.uk Set www.gujaratinews.co.uk as your default homepage
Bookmark and Share



Home » મનોરંજન » નસીબદાર પત્ની છે એશ્વર્યા
નસીબદાર પત્ની છે એશ્વર્યા Feb 19, 2010
અભિષેક બચ્ચનના નસીબ પર સૌને અદેખાઈ આવતી હશે. કારણ કે એક તો એ છે અમિતાભ જેવા બોલીવુડના શહેનશાહ અમિતાભના એકના એક પુત્ર છે અને બીજુ કે તેઓ વિશ્વસુંદરી એશ્વર્યાના પતિ છે. ઘણા લોકો એવુ વિચારે છે કે અભિષેકનુ નસીબ સારુ છે કે તેને એશ્વર્યા જેવો એક લાઈફટાઈમ એવોર્ડ પત્નીના રૂપમાં મળ્યો છે. પરંતુ થોડા દિવસો પહેલા બનેલી એક ઘટના એવુ બતાવે છે કે અભિ નહી એશ્વર્યા નસીબદાર છે. વાત એમ છે કે થોડાદિવસો પહેલા એશ્વર્યા બીમાર પડી હતી. ડોક્ટરે તેને સંપૂર્ણ રીતે આરામ કરવાની અને પથારીમાંથી બિલકુલ ઉભા ન થવાની સલાહ આપી હતી. હવે બનુ એમ કે આ દરમિયાન જ એશ્વર્યાને એક જાણીતી મેગેઝીન તરફથી એવોર્ડ મળવાનો હતો તે માટે જવાનુ હતુ. જ્યારે અભિને આ વાતની જાણ થઈ તો તેણે પોતાનુ શૂંટિંગ જલ્દી પતાવી લીધુ. એવોર્ડ સમારંભ ઘણો દૂર હતો તેથી અભિને પોતાની કાર દોડાવવી પડી. પરંતુ તેઓ સમયસર ત્યાં પહોંચી ગયા અને એશ્વર્યા તરફથી એ એવોર્ડ પોતે સ્વીકાર કર્યો. સામાન્ય રીતે પુરૂષોને સ્ત્રીઓની પ્રગતિથી ઈર્ષા થાય છે, પછી એ સ્ત્રી પત્ની કેમ ન હોય. એવા સમયે અભિષેકનો આ કાર્ય ખરેખર પ્રશંસનીય છે.

more...