Classified Search

Please let us know your thoughts and ideas on views@gujaratinews.co.uk If you want to publish any news please Email us on News@gujaratinews.co.uk If you want to write any columns, please contact editor@gujaratinews.co.uk To publish Featured add sales@gujaratinews.co.uk Set www.gujaratinews.co.uk as your default homepage
Bookmark and Share



Home » મનોરંજન » શાહિદની સાથે પ્રચાર નહી - કરીના
શાહિદની સાથે પ્રચાર નહી - કરીના Feb 19, 2010
એક કપૂર (કરીના)એ બીજા કપૂર(બોની)ને એ કહીને મુશ્કેલીમાં મુકી દીધા છે કે તે 'મિલેંગે-મિલેંગે'નો પ્રચાર એ જ શરત પર કરશે કે તેની સાથે ત્રીજો કપૂર (શાહિદ) નહી રહે. બોની કપૂર ઈચ્છે છે કે તેમની વર્ષોથી ધૂળ ખાઈ રહેલી ફિલ્મ 'મિલેંગે-મિલેંગે' નો પ્રચાર જો બેબો અને શાહિદ સાથે મળીને કરશે તો ફિલ્મની સફળતાની તક વધી જશે કારણ કે શાહિદ અને કરીનાનુ એક મંચ પર આવવુ એ જ એક સમાચાર બની જશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે 'મિલેંગે-મિલેંગે'નુ શૂટિગ આ પ્રેમીઓની ત્યારની હતી, જ્યારે બંનેને એકબીજાનો સાથ ગમતો હતો. આ ફિલ્મ તેમણે એ જ વિચારીને સાઈન કરી હતી કે બંનેને સેટ પર વધુને વધુ સાથે રહેવાની તક મળશે. શૂટિંગ પૂર્ણ થઈ ગયુ. ત્યારબાદ શાહિદ-કરીનાની વચ્ચે સેફ ટપકી પડ્યા. બોની 'વોંટેડ'માં વ્યસ્ત થઈ ગયા, અને ફિલ્મ રજૂ ન થઈ શકી. હવે બોની 'મિલેંગે-મિલેંગે'નો દર્શકો સાથે મેળાપ કરાવવા માંગે છે પરંતુ તેમણે હવે એકલી કરીના અને શાહિદ એકલાથી કામ ચલાવવુ પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ ફિલ્મને હોટ બનાવવા માટે બોની ઈચ્છતા હતા કે એક નવુ ગીત આમા નાખવામાં આવે અને કરીના-શાહિદ પર આને ફિલ્માવવામાં આવે.

more...