Classified Search

Please let us know your thoughts and ideas on views@gujaratinews.co.uk If you want to publish any news please Email us on News@gujaratinews.co.uk If you want to write any columns, please contact editor@gujaratinews.co.uk To publish Featured add sales@gujaratinews.co.uk Set www.gujaratinews.co.uk as your default homepage
Bookmark and Share



Home » મનોરંજન » 'ફૂંક 2' : ડરાવવા તૈયાર
'ફૂંક 2' : ડરાવવા તૈયાર Feb 17, 2010
'ફૂંક 2' એપ્રિલમાં રજૂ થશે અને આ ફિલ્મ સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે બીજો ભાગ પ્રથમ ભાગ કરતા પણ વધુ ડરાવનારો રહેશે. આ ફિલ્મના નિર્દેશક મિલિન્દ ગડકર કહે છે 'પ્રથમ ભાગ સુપરનેચરલ થ્રિલર હતો, જેના બેકડ્રોપમાં કાળો જાદૂ હતો. "ફૂંક 2" હોરર ફિલ્મ છે અને ભૂત આ પરિવારની શાંતિ ભંગ કરે છે, જે હવે નવા શહેરમાં શિફ્ટ થઈ ગયા છે. 'ફૂંક' મિલિન્દે જ લખી હતી, હવે તે ડાયરેક્ટર પણ બની ગયા છે. અગાઉના ભાગમાં રામગોપાલ વર્માએ નિર્દેશિત કરી હતી. રામૂએ સીકવલની વાર્તા સાભળતા તેમને ડાયરેક્ટર બનાવી દીધા. આ વિશે મિલિન્દ કહે છે કે 'નિર્દેશનના બાબતે હુ કોઈનો પણ આસિસ્ટેંટ પણ નથી રહ્યો. એક લેખક હોવાને નાતે મેં 'ફૂંક'ના શૂટિંગમાં ભાગ લીધો હતો અને તેમની પાસેથી જ મે આ વિદ્યા વિશે જાણ્યુ.' સુદીપ જેમણે આ ફિલ્મમાં અભિનય કર્યો છે તે જણાવે છે કે 'કેટલાક લોકોનુ કહેવુ છે કે 'ફૂંક' જોતી વખતે તેમને બીક નહોતી લાગી, પરંતુ મિલિન્દે બીજો ભાગ એવો બનાવ્યો છે કે આ વખતે બધા ડરી જશે. શુ 'ફૂંક 3' પણ બનાવવામાં આવશે ? તેના જવાબમાં સુદીપ કહે છે કે જો 'ફૂંક 2' સફળ થશે તો.'

more...