છેલ્લા વીસ દિવસમાં અમદાવાદ શહેરમાં ચાર વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. પરીક્ષાનો સમયગાળો છે અને સ્વેચ્છાએ પોતાના જીવનનો અંત આણવા સુધીની હદે જનારાં બાળકો માંડ ૧૨થી ૧૬ વર્ષની નાજુક વયના હતાં.