|
હેપી બર્થડે બીગ બી
અમિતાભ બચ્ચન કેટલાયે લોકો માટે ભગવાન
સમાન છે. જ્યારે પણ તેમનો જન્મ દિવસ આવે છે ત્યારે બિગ-બી પણ કદાચ આટલા જોર-શોરથી
પોતાનો જન્મ દિવસ નહિ ઉજવતાં હોય જેટલા ઉત્સાહથી તેમના પ્રશંસકો ઉજવે છે. કોઈ મિઠાઈ વહેંચે છે
તો કોઈ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે, કોઈ આખો દિવસ અમિતાભની ફિલ્મો જોઈને પસાર કરે છે તો કોઈ તેમની
પૂજા કરે છે. 11 ઓક્ટોમ્બરનો આ દિવસ ફરીથી આવી ગયો છે, જે ઘણાં લોકો માટે વિશેષ છે.
'સાત
હિંદુસ્તાની' થી
પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અમિતાભે શરૂઆતની અસફળતા પછી પાછળ ફરીથી ક્યારેય પણ
જોયું નથી. અમિતાભના સમયના અભિનેતાઓ આજે ઘરે બેકાર બેઠા છે કે પછી નકામી ભૂમિકાઓ
ભજવી રહ્યાં છે, પરંતુ
11 ઓક્ટોમ્બર 1942 ના દિવસે જન્મેલ અમિતાભ 67 વર્ષ પુર્ણ કરવા છતા પણ એટલી જ
સક્રિયતાની સાથે વ્યસ્ત છે જેટલા તેઓ પોતાની જવાનીમાં હતાં.
નિર્માતાઓની ભીડ આજે પણ તેમના દરવાજાની
આગળ જોવા મળે છે. તેમને ધ્યાનમાં રાખીને રોલ લખવામાં આવે છે. બોલીવુડમાં પોતાનું
ડગ માંડનાર દરેક યુવાનની અંદર એક સ્વપ્ન અવશ્ય હોય છે કે તેને એક વખત પોતાની
જીંદગીમાં બિગ બી ને નિર્દેશિત કરવાનો અવસર જરૂર મળે.અમિતાભ બચ્ચન કેટલાયે લોકો
માટે ભગવાન સમાન છે.
ઘણાં લોકોનું માનવું છે કે કેરિયર અને
અભિનયને જોતાં અમિતાભનો સર્વશ્રેષ્ઠ સમય છે. 'જંજીર' પછી
તેઓ ટાઈપ્ડ થઈ ગયાં હતાં. તેઓ સ્ટાર જરૂર બની ગયાં હતાં પરંતુ અમિતાભના રૂપમાં
તેમનો પુરો ઉપયોગ ન હોતો થઈ રહ્યો. |